Home> India
Advertisement
Prev
Next

Corona Update: નવા વર્ષમાં કોરોનાથી છૂટકારો મળવાના પ્રબળ સંકેત, લેટેસ્ટ અપડેટ ખાસ જાણો

નવા વર્ષમાં કોરોના મહામારીથી છૂટકારો મળવાની આશા વધી રહી છે. એક બાજુ જ્યાં ભારતમાં કોરોનાની રસીની તૈયારીઓ જોરશોરમાં છે ત્યાં હવે સંક્રમણની ગતિ ઉપર પણ બ્રેક લાગતી જોવા મળી રહી છે.

Corona Update: નવા વર્ષમાં કોરોનાથી છૂટકારો મળવાના પ્રબળ સંકેત, લેટેસ્ટ અપડેટ ખાસ જાણો

નવી દિલ્હી: નવા વર્ષમાં કોરોના (Corona virus) મહામારીથી છૂટકારો મળવાની આશા વધી રહી છે. એક બાજુ જ્યાં ભારતમાં કોરોનાની રસીની તૈયારીઓ જોરશોરમાં છે ત્યાં હવે સંક્રમણની ગતિ ઉપર પણ બ્રેક લાગતી જોવા મળી રહી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ દેશમાં કોરોનાના દર્દીઓના સાજા થવાની સંખ્યા ઝડપથી વધી રહી છે. આ સાથે જ એક્ટિવ કેસમાં પણ સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. 

કોરોના વાયરસ પર અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો, જાણીને તમારો ડર થઈ જશે છૂમંતર 

છેલ્લા 24 કલાકમાં નવા 20,021 દર્દીઓ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 20,021 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કુલ કેસની સંખ્યા 1,02,07,871 પર પહોંચી ગઈ છે. જેમાંથી 2,77,301 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. જ્યારે  97,82,669 દર્દીઓ સાજા થઈ ગયા છે. એક જ દિવસમાં 279 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યા છે. આ સાથે કુલ મૃત્યુઆંક 1,47,901 પર પહોંચી ગયો છે. 

રિકવરી રેટ 95.83% થયો
આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં હવે કોરોના રિકવરી રેટ 90 ટકા ઉપર પહોંચી ગયો છે. ભારતનો કોરોના રિકવરી રેટ હાલ  95.83% પર પહોંચ્યો છે.  વિશ્વના અન્ય દેશોની સાથે સરખામણી કરીએ તો વિશ્વમાં પર મિલિયન કોરોના કેસની સંખ્યા જ્યાં અમેરિકામાં સૌથી વધુ 56340 છે જ્યાં ભારતમાં 7397 છે. અમેરિકા પછી બીજા નંબરે ફ્રાન્સ, ત્રીજા ક્રમે બ્રાઝીલ, ચોથા ક્રમે ઈટાલી, પાંચમા ક્રમે યુકે, પછી રશિયા આવે છે. 

કોંગ્રેસનો 136મો સ્થાપના દિવસ: રાહુલ-સોનિયા ગાંધીની ગેરહાજરીમાં આ 'બિન ગાંધી' નેતાએ ફરકાવ્યો ઝંડો

ભારતમાં કોરોનાની રસીની તૈયારીઓ
દેશના ચાર રાજ્યોમાં કોરોના રસી આપતા પહેલા તૈયારીઓની સમીક્ષા માટે ડ્રાય રન કરવામાં આવી રહી છે. આ ચાર રાજ્યો પંજાબ, આસામ, આંધ્ર પ્રદેશ અને ગુજરાત છે. આ ચારેય રાજ્યોના બે જિલ્લાઓમાં પાંચ જગ્યાઓ પર ડ્રાય રન કરવામાં આવનાર છે. 

ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More